ગુજરાત ટાઇટન્સને પોતાની પહેલી આઇપીએલ ટૂર્નામૅન્ટમાં વિજયી બનાવનારા કૅપ્ટન હાર્દિક પંડ્યાને આયર્લૅન્ડ સામેની ટી-20 સિરીઝમાં ભારતીય ટીમના કૅપ્ટન બનાવવામાં આવ્યા છે.
કેવી રીતે હાર્દિક પંડ્યા આ મુકામે પહોસ્યા જાણો
આ સાથે દક્ષિણ આફ્રિકા સામેની સિરીઝમાં ભારતના કૅપ્ટન રહેલા ઋષભ પંતને ટીમમાં સામેલ કરાયા નથી.
આયર્લૅન્ડ સામે ભારત બે ટી-20 મૅચ રમશે. પ્રથમ મૅચ 26 જૂને અને બીજી મૅચ 28 જૂને યોજાશે. બંને મૅચ આયર્લૅન્ડની રાજધાની ડબલિનમાં યોજાશે.
આ સાથે હાર્દિક પંડ્યા ટી-20 મૅચોમાં ભારતના નવમાં કૅપ્ટન બન્યા છે
.
સુધીની કહાણ
બે ગુજરાતીઓની સાથે કારકિર્દીની શરૂઆત
હાર્દિકની ક્રિકેટ કારકિર્દી પર પણ એક નજર નાખવા જેવી છે
કેમ કે આ તો તેની મુખ્ય યાત્રા છે અને તેમાં પણ અંગત
જીવન જેટલો જ રોમાંચ ભરેલો છે.હાર્દિક પંડ્યા અને જસપ્રીત બુમરાહમાં સામ્યતા જોવા જઈએ
તો બંને ગુજરાતી છે અને બંને લગભગ 100 કિલોમીટરના
અંતરમાં જ રમેલા છે અને ઉછરેલા છે.
પણ ખાસ વાત એ છે કે 2016ની 26મી જાન્યુઆરીએ આ
બંનેએ એક સાથે જ પોતાની ઇન્ટરનેશનલ ક્રિકેટ કારકિર્દીનો
પ્રારંભ કર્યો હતો. ઑસ્ટ્રેલિયાના પ્રવાસે ગયેલી ધોનીની
ભારતીય ટીમ ઍડિલેડમાં ટી-20 મૅચ રમી રહી હતી.
ત્યારે બુમરાહને તો ત્યાર બાદની વન-ડે ટીમ માટે સામેલ
કરાયો હતો, પરંતુ આશ્ચર્ય સર્જવા માટે જાણીતા ધોનીએ
તેમને સીધા ટી-20 ટીમમાં સામેલ કરી દીધા. ઑસ્ટ્રેલિયા
સામેની એ મૅચ ભારતે આસાનીથી જીતી લીધી. જેમાં આ
બંને ગુજરાતી ક્રિકેટરની બેટિંગ તો આવી જ નહીં, પરંતુ
બોલિંગમાં બુમરાહે ત્રણ અને હાર્દિકે બે વિકેટ ખેરવી હતી.
આજે ગુજરાત ટાઇટન્સની ટીમને ફાઇનલમાં પ્રવેશ અપાવવા
માટે હાર્દિકને તેમના આત્મવિશ્વાસ માટે યાદ રખાય છે, જોકે
એ જ આત્મવિશ્વાસ તેમના બાળપણમાં 'એટીટ્યૂડ પ્રોબ્લેમ'
માનવામાં આવતો હતો.
હાર્દિકનો અભ્યાસ માત્ર નવ ધોરણથી જ અટકી ગયો હતો.
જેના વિશે તેમના પિતા કહેતા હતા કે "મારે તેને સારો ક્રિકેટર
બનાવવો હતો, એટલે નબળા અભ્યાસને અમે એક તરફ
ધકેલી દીધો હતો.
તેઓ પોતાની લાગણી છુપાવી શકતા નથી અને આવા જ એક
કારણસર હાર્દિકને બરોડાની સ્ટેટ એજ ગ્રૂપ ટીમમાંથી પડતા
મૂકવામાં આવ્યા હતા. બાકી તેમના પ્રદર્શનને આધારે તેઓ
હંમેશાં ટીમમાં સ્થાન હાંસલ કરતા રહેતા હતા.
1556